દેશ-વિદેશ
News of Saturday, 7th July 2018

હવે સ્પાઈ કેમ પોર્ન વિરૂદ્ધમાં દક્ષિણ કોરિયામાં દેખાવ થયા

ફોટાઓ અને વીડિયો ઓનલાઈન વાઈરલ: કોરિયામાં સમસ્યા વધુ વિકરાળ બની ચુકી છે

સિયોલ,તા. ૭: દક્ષિણ કોરિયાના પાટનગર સિયોલમાં આજે હજારો મહિલાઓએ પોસ્ટર બેનર લઈને જોરદાર દેખાવો કર્યા હતા. આ મહિલાઓએ છુપા કેમેરાની મદદથી તેમના લેવામાં આવેલા ફોટાઓ અને વીડિયોને લઈને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી. દેખાવ કરી રહેલી મહિલાઓનું કહેવું છે કે દક્ષિણ કોરિયામાં આ સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેના લીધે મહિલાઓ માનસિક દબાણની સ્થિતિમાં છે. સ્પાઈ કેમ પોર્નની સામે દક્ષિણ કોરિયામાં ૧૮ હજારથી પણ વધુ મહિલાઓ વિરોધ પ્રદર્શનમાં ઉતરી આવી છે. મહિલાઓ એવા પુરૂષ અપરાધીઓની સામે કઠોર કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે જે તેમની જાણકારી વગર તેમના વાંધાજનક ફોટાઓ અને વીડિયો બનાવીને ઓનલાઈન વાઈરલ કરી રહ્યા છે. મોટાભાગની મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે આ પ્રકારની અપરાધીઓ સામે તીવ્ર પગલા લેવાની જરૂર છે. દક્ષિણ કોરિયામાં બાથરૂમમાં છુપાવીને મુકવામાં આવેલા કેમેરાથી મહિલાઓના અંગત પળોના ફોટાઓ અને વીડિયો બનાવવામાં આવી રહ્યા છે. સબવે પર સ્કર્ટની અંદરના ફોટાઓ પણ પડાયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ ફોટાઓ અને વીડિયોને ઈન્ટરનેટ ઉપર મુકવામાં આવી રહ્યા છે. વ્યાપક સ્તર પર ચલાવવામાં આવી રહેલા સ્પાઈકેમ પોર્નની સામે મહિલાઓ દ્વારા જોરદાર પ્રદર્શન કરવામાં આવે છે. એવી બાબત ઉઠી રહી છે કે તમામ માનસિક અપરાધીઓ સામે કઠોર પગલાં લેવા સરકાર આદેશ જારી કરે. ફોન કેમેરાથી આ પ્રકારના ફોટાઓ પાડવામાં આવી રહ્યા છે. બેગ, શુઝ, ટોયલેટ, બાથરૂમના બારી બારણામાં નાનકડા સ્થળ પર આ પ્રકારના કેમેરા છુપાવવામાં આવી રહ્યા છે.

(9:49 pm IST)