દેશ-વિદેશ
News of Saturday, 7th July 2018

સોૈથી મોટી બીમારી -એકલતા!

ઇંગ્લેન્ડમાં 'લોનલીનેસ' મંત્રાલય બન્યું, વિશેષ પ્રધાન નીમાયા : ૧૬ થી ૨૪ વર્ષની વયની પેઢી સોૈથી વધુ એકલતા અનુભવે છે, એકલતાના 'રોગ'નું સોૈેથી મોટું કારણ સોશ્યલ મીડિયાઃ અનેક દેશો પરેશાન

લંડન તા.૭: દુનિયામાં પહેલીવાર કોઇ દેશે એકલતાની સમસ્યાના નિવારણ માટે લોનલીનેસ મંત્રાલય બનાવ્યું છે. ૪૨ વર્ષની ટ્રેસી ક્રાઉચને તેની જવાબદારી સોંપાઇ છે. એકલતાથી રોજની ૧૫ સીગારેટ પીવા જેટલું નુકશાન થાય છે. આ અનોખા મંત્રાલયનો ચાર્જ લીધા પછી ટ્રેસીનું ઇ-મેલ એકાઉન્ટ સવાલોથી ભરાઇ જાય છે. તેણે કામકાજ સંભાળ્યા પછી અલગ-અલગ દેશોના પ્રધાનો અને પ્રતિનિધી આ ખાસ મંત્રાલયની કામગીરી સમજવા અને શીખવા બ્રીટન આવી રહયા છે, જેમા નોર્વે, ડેન્માર્ક, કેનેડા, યુએઇ, સ્વીડન, આઇસલેન્ડ, ન્યુઝીલેન્ડ, જાપાન અને જર્મની જેવા દેશોનો સમાવેશ થાય છે.

બ્રીટનના પ્રધાન ટ્રેસીના કહેવા પ્રમાણે યુકેમાં ૧૬ થી ૨૪ વર્ષની યુવા પેઢી સોૈથી વધુ એકલતા અનુભવે છે. એકલતાનું મોટું કારણ સોશ્યલ મીડિયા છે. ડીજીટલ માધ્યમો સાથે જોડાયેલી પેઢીમાં એકલતા વધી રહી છે.

મોડા લગ્ન પણ એકલતાનું કારણ છે. ટ્રેસીના કહેવા પ્રમાણે યુરોપમાં સોૈથી વધારે એકલા લોકો રહે છે. ઓછી આવક વાળા લોકોને એકલતાથી બચાવવા જુદી-જુદી જગ્યાએ સેન્ટરો ખોલાયા છે. રેડીયો કલબ અને સીનીયર સીટીઝનનો ફોન સંપર્ક ઘણો સફળ સાબિત થઇ રહયો છે. લોનલીનેસ મંત્રાલય આના માટે ૧૮૨ કરોડ રૂપિયા ખર્ચી ચુકયું છે.

એકલતા ગંભીર બીમારી

અમેરીકામાં થયેલ એક રીસર્ચ પ્રમાણે એકલતાથી રોજની ૧૫ સીગારેટ પીવા જેટલું નુકશાન થાય છે. અમેરીકન વિશેષજ્ઞો પ્રમાણે સોૈથી મોટી બિમારી હદરોગ કે ડાયાબીટીઝ નહીં પણ એકલતા છે. હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની સિગનાના સર્વેમાં જાણવા મળ્યું કે અમેરીકામાં એકલતા મહામારીના લેવલે પહોંચી ગઇ છે. ૪૬% લોકો માને છે કે તેઓ કાયમ અથવા કયારેક કયારેક એકલતા અનુભવે છે. ૧૮ થી ૨૨ વર્ષના યુવાઓમાં આ સમસ્યા સોૈથી વધારે છે. આ તકલીફ જાપાનમાં પણ છે. ત્યાં એકલતાથી વૃધ્ધોના મોત થઇ રહયા છે. જેને કોડોકુશી કહેવામાં આવે છે.

(1:37 pm IST)