દેશ-વિદેશ
News of Saturday, 7th July 2018

તમે રકતદાન કરવાના ફાયદા વિશે જાણો છો?

રકતદાન કરવાથી માત્ર બીજાનો જીવ બચાવી શકાય છે એવુ નથી, પરંતુ બ્લડ ડોનેટ કરનારને પણ ઘણા ફાયદા થાય છે. કારણ કે બ્લડ ડોનેશન કર્યા બાદ હેલ્ધી ફુડ લેવાથી શરીરમાં નવુ રકત બને છે. જેનાથી શરીર સ્વસ્થ રહે છે અને તેનાથી હાર્ટ સંબંધી બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે. તો જાણી લો બ્લડ ડોનેશન કરવાના ફાયદા.

 બ્લડ ડોનેશન કરવાથી શરીરમાં આયરન લેવલ યોગ્ય રહે છે. ઉપરાંત હૃદય સંબંધી બીમારીઓથી બચી શકાય છે.

 બ્લડ ડોનેટ કરવાથી લીવર ઉપર ખૂબ જ સારો પ્રભાવ પડે છે. લીવરનું કામ આયરન મેટાબોલીઝમ પર નિર્ભર કરે છે અને બ્લડ ડોનેશનથી આયરનની માત્રા  યોગ્ય રહે છે. જેનાથી લીવર ડેમેજ થવાથી બચી શકે છે. જો શરીરમાં આયરનની માત્રા વધારે હોય તો ટિશુનું ઓકિસડેશન થાય છે. જેના કારણે લીવર સંપૂર્ણ ડેમેજ થઈ શકે છે. જે પછી કેન્સર બની શકે છે. બ્લડ ડોનેટ કરવાથી લીવર કેન્સરનું જોખમ ઓછુ થાય છે.

 એક વાર બ્લડ ડોનેટ કરવાથી ૬૫૦-૭૦૦ કિલો કેલેરી ઘટાડી શકાય છે. જેનાથી વજન પણ ઓછો થાય છે. પરંતુ, ૩ મહિને એક વાર જ બ્લડ ડોનેટ કરવું જોઈએ.

 બ્લડ ડોનેટ કરવાથી માણસના દિલને ખુશી મહેસુસ થાય છે. જો કોઈને રકત આપવાથી કોઈનો જીવ બચે છે, તો તેનાથી મનને ખુશી અને સંતુષ્ટિનો ભાવ મળે છે.

(11:28 am IST)