દેશ-વિદેશ
News of Saturday, 7th July 2018

એલ્યુમીનિયમ ફોઈલના આ ફાયદા વિશે જાણો છો?

એલ્યુમિનીયમ ફોઈલનો પ્રયોગ હંમેશા ઘરમાં ખોરાક પેક રાખવા માટે કરવામાં આવે છે. એલ્યુમીનિયમ તમારા ખોરાકને તાજો અને રોટલીને નરમ રાખે છે અને સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. એક રિસર્ચ અનુસાર, એલ્યુમિનીયમ ફોઈલને દર્દવાળી જગ્યાએ રાખવાથી દુઃખાવો મટી જાય છે.

 જો તમારા શરીરના કોઈ પણ અંગ હાથ, પગ, ગરદન અથવા સાંધાનો દુઃખાવો હોય તો ત્યાં એલ્યુમિનીયમ ફોઈલ બાંધી લો.

 વાના ઈલાજ માટે પણ એલ્યુમિનીયમ ઉપયોગમાં લઈ શકાય છે.

 આ એન્ટી-એમ્ફલેમેન્ટરી હોય છે. દુઃખાવો થતો હોય તે જગ્યાએ એલ્યુમિનીયમ ફોઈલ બાંધવાથી સાંધાના દુઃખાવામાં લાભ મળે છે.

 શરદી દૂર કરવા માટે ફોઈલને પગ પર વીંટી લો. તેના માટે બધા પડની વચ્ચે એક કપડાની અને કાગળનું લેયર લગાવવું. તેને બે કલાક સુધી વીંટેલુ રાખવું. તેનાથી આરામ મળશે.

(11:26 am IST)