દેશ-વિદેશ
News of Friday, 7th June 2019

અમેરીકામાં અછબડાનો પ્રકોપ જારીઃ ૧ વર્ષમાં ૧૦૦૦ કેસ નોંધાયા

છેલ્લા ૨૭ વર્ષમાં સૌથી વધુ અછબડાના કેસો

ન્યુયોર્કઃ ધ સેન્ટર ઓફ ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલ આંકડાઓ અનુસાર આ વર્ષના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં અછબડાના ૧૦૦૧ કેસ નોંધાઈ ચૂકયા છે. જેમાંથી મોટા ભાગના કેસ ન્યુયોર્ક આસપાસ રહેતી જુનવાણી માન્યતાઓ ધરાવતી યહુદી જાતિઓમાં છે.

અમેરીકામાં આ પહેલા ૧૯૯૨માં ૨૨૦૦ કેસો અછબડાના નોંધાયા હતા ત્યાર પછી આ વર્ષે આટલી મોટી સંખ્યામાં અછબડાના દર્દીઓ જોવા મળ્યા છે.

૧૯૬૦ના દાયકામાં રસીકરણના સઘન આયોજન કરાયા પછી અમેરીકામાં ભાગ્યે જ અછબડાના કેસ જોવા મળતા હતા. દાયકા પહેલા દર વર્ષે ૧૦૦થી પણ ઓછા કેસ નોંધાતા હતા. દેશના મોટાભાગના લોકોને રસી મુકી દેવાય છે પણ જે લોકો પોતાના બાળકોને રસી નથી મુકવા દેતા તે લોકોમાં જ અછબડાના કેસ જોવા મળી રહ્યા છે. (ટાઈમ હેલ્થમાંથી સાભાર)

(3:34 pm IST)