દેશ-વિદેશ
News of Thursday, 7th June 2018

જોબનું સતત સ્ટ્રેસ રહે તો હૃદયના ધબકારા અનિયમિત થઇ શકે છે

નવી દિલ્હી તા. ૭: કામના સ્થળે થોડુંક સ્ટ્રેસ તો રહેવાનું જ એવું આજના દરેક પ્રોફેકશનલે સ્વીકારી લીધું છે. જોકે જોબમાં વર્ક-પ્રેશર ખૂબ જ વધારે અને સતત રહેતું હોય તો એ તમારા હૃદયના સ્નાયુઓને નબળા પાડે છે. સ્વીડનની જોન્કોપિન્ગ યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે પહેલેથી કામના સ્ટેસને કોરોનરી હાર્ટ ડિસીઝ સાથે સાંકળવામાં આવ્યો છે. જોકે વર્ક-સ્ટ્રેસ એ માણસોએ જાતે ઊભું કરેલું ફેકટર છે. રકતવાહિનીઓ અને હૃદયના મસલ્સના સ્વાસ્થ્ય માટે દિવસના અમુક કલાકથી વધુ સમય સ્ટ્રેસમય જીવવાનું હિતાવહ નથી. જે લોકો કામના સ્થળે સતત તણાયેલા ચિંતામાં અને ભારતળે દબાયેલા હોય એવું ફીલ કરતા હોય તેમને હૃદયના ધબકારાની ગતિમાં વધારો થવાનું લક્ષણ જોવા મળે છે. અભ્યાસમાં ૧૩ર૦૦ પાર્ટિસિયન્ટ્સના પ્રોફેશન અને હૃદયના સ્વાસ્થ્યનો સ્ટડીલ કરવામાં આવ્યો હતો. દર બે વર્ષના અંતરે આ અભ્યાસનું ઇવેલ્યડુએશન કરવામાં આવ્યું હતું. એમાં જોવા મળ્યું હતું કે જે લોકો સતત સ્ટ્રેસવાળી જોબ કરે છે તેમને હાર્ટ-અટેક હાર્ટ-ફેલ્યર કે સ્ટ્રોક આવવાની સંભાવના વધી જાય છે.

(3:59 pm IST)