દેશ-વિદેશ
News of Thursday, 7th June 2018

ખૂબ ધીમે-ધીમે ચાલતા વૃદ્ધ કાકાને પોલીસે ખભા પર ઊંચકીને સિગ્નલ ક્રોસ કરાવ્યું

ચીનના સિચુઆન પ્રાંતમાં મિયાત્યાન્ગ વિસ્તારના એક ભરચક ટ્રાફિક સિગ્નલ પર સોમવારે મળેલી એક હૃદયસ્પર્શી ઘટનાને વિડિયો સોશ્યલ મીડીયા પર છવાઇ ગયો છે. વિડિયોમાં કેટલાક લોકો સિગ્નલ પાસેના ઝીબ્રા-ક્રોસિંગ પર ચાલી રહ્યા છે. એમાં એક વયોવૃદ્ધ કાકા લાકડીના ટલેકે ધીમેકથી ડગલાં માંડી રહ્યા છે. બીજાં બધા જ રાહદારો રોડ ક્રોસ કરી લે છે પણ કાકા ખૂબ જ ધીમી ગતિએ માંડ સંતુલન જાળવીને ચાલતા દેખાય છે. કે રોડ પર ચિકકાર ટ્રાફિક હોવા છતાં તમામ વાહનો હોર્ન વગાડયા વિના શાંતિથી તેમના પસાર થવાની રાહ જુએ છે. આ દૃશ્ય જોઇને કોઇને પણ બહુ જ સારૃં લાગે. જોકે હજી કલાઇમેકસ બાકી છે. કાકાને ચાલવામાં સ્ટ્રગલ કરતાં જોઇને ઓન ડયુટી પોલીસમેન દોડી આવે છે અને કાકાને પોતાની પીઠ પર ઊંચકીને રોડ ક્રોસ કરાવી લે છે. ટ્રાફિક સિગ્નલ પર લાગેલા સર્વેલન્સ કેમેરામાં આ ઘટના કેદ થઇ છે. ટ્રાફિક-પોલીસે આ વિડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો. વૃદ્ધ કાકાને મદદ કરનારા કીન વેજી નામના પોલીસમેન પર સોશ્યલ મીડિયામાં ચોમેરથી શાબાશીનો ધોધ વહી રહ્યો છે.

(3:55 pm IST)