દેશ-વિદેશ
News of Thursday, 7th June 2018

ભૂંડની જેમ શ્વાનો પણ ફલુના રોગચાળાનું મોટું જોખમ ઊભું કરી શકે છે

નવી દિલ્હી તા. ૭: અત્યાર સુધી ભૂંડ થકી ફલુનો રોગચાળો ફેલાતો હોવાનું મનાયું છે, પરંતુ તાજેતરમાં પબ્લિશ થયેલા એક અભ્યાસમાં શ્વાનો પણ આ રોગચાળો ફેલાવી શકે છે એવી સંભાવના જતાવી છે. ન્યુ યોર્કની માઉન્ટ સિનાઇ યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે ફલુના વાઇરસ પિગ્સમાંથી શ્વાન પર બહુ સરળતાથી લાગી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડોગીઓના શરીર પર ફલુના વાઇરસનો જમાવડો જોવા મળ્યો છે. અત્યાર સુધી વાઇરલ ચેપો ફેલાવવામાં પંખીઓ અને ભૂંડ વધુ કારણભૂત ગણાતા હતા. પંદરેક વર્ષ પહેલાં ઘોડાઓમાંથી શ્વાનકુળના પ્રાણીઓને ઇન્ફલુએન્ઝાનો ચેપ લાગવાની શરૂઆત થયેલી. પાંચ વર્ષ પહેલાં સાયન્ટિસ્ટોને ખાસ પ્રકારના ફલુના વાઇરસના અવશેષો ડોગ-ફાર્મ્સમાં જોવા મળેલા. અભ્યાસકર્તાઓનું છે કે ડોગીઓ દ્વારા ફેલાતા ફલુના પ્રકાર N1N1, H3N2 અને H3N8 છે.

(3:54 pm IST)