દેશ-વિદેશ
News of Thursday, 7th June 2018

કયારે કેટલી કોફી પીવી જોઇએ એ દર્શાવતી એપ તૈયાર કરી રહ્યા છે અમેરિકન આર્મી - રિસર્ચરો

ન્યુયોર્ક તા. ૭: પૂરતી ઊંઘ ન થઇ હોય અને ખૂબ થાક કે ઊંઘરેટાપણું લાગતું હોય ત્યારે કેટલી માત્રામાં કેફીન લેવું જોઇએ એનું માર્ગદર્શન આપતી એપ તૈયાર કરવામાં આવી છે. અમેરિકન આર્મી રિસર્ચ સેન્ટરના નિષ્ણાતોએ ઊંઘ કામના કલાકો અને બીજા અનેક ફેકટર્સને ધ્યાનમાં રાખીને ખુબ કોમ્પ્લેકસ ગણતરી કરી છે અને જે તે સમયે તમે કેટલું કેફીન લેશો તો ૬૦ ટકા જેટલી અલર્ટનેસ વધશે એ કહી આપે છે. હાલમાં તેમણે આર્મીના જવાનો માટે આ ગણતરી મુજબ કેફીનના ડોઝ નકકી કર્યા છે. દુનિયામાં લગભગ ૮પ ટકા લોકો કોઇક ને કોઇક પ્રકારે રેફીન રોજ લે છે. અમેરિકન આર્મીના જવાનો ઓછી ઊંઘ છતાં જરૂરી મિનિમમ કેફીન લઇને અલર્ટનેસ જાતે જાળવી શકે એ માટે આ સપોર્ટ-સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. સંશોધકો હવે આ સિસ્ટમ પરથી જનરલ એપ તૈયાર કરી રહ્યા છે જે તમને તમારૃં એનર્જીનું લેવલ કેટલું છે એ જાણીને કયારે અને કેટલી માત્રામાં કોફી પીવી એનું માર્ગદર્શન આપશે.

(3:54 pm IST)