દેશ-વિદેશ
News of Thursday, 7th June 2018

જવથી તમારા શરીરને મળે છે અનેક ફાયદા

જવ તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જવનું પાણી હૃદયના રોગોથી બચાવે છે. જવમાં વિટામીન બી, કોમ્પલેક્ષ, આયરન, કેલ્શિયમ, મેગ્નેશીયમ અને કેટલાય પ્રકારના એન્ટી-ઓકિસડેન્ટ હોય છે.

. ડાયાબીટીસના દર્દી માટે ખૂબ જ ઉપયોગી છે. તે શુગર કન્ટ્રોલ કરે છે. તેમાં રહેલ એન્ટીઓકસીડેન્ટથી ડાયાબીટીસમાં સુધારો થાય છે.

. હરસ કે ઝાડા થાય તો તેનો ઉપયોગ કરી શકાય છે. તે શરીરમાં પોષક તત્વો અને પાણીની ખામીને દુર કરે છે.

. તે ગર્ભાવસ્થામાં થતા પગના સોજા દૂર કરે છે. આ દરમિયાન થતી જસ્ટેશનલ ડાયાબીટીશથી પણ બચાવે છે.

જવનું પાણી બનાવવાની રીત : એક કપ જવને ધોઈ તેને ૩ કપ પાણીમાં પલાળો. ૩ કલાક બાદ તેને ગાળી લો. હવે પાણી લો અને તેમાં જવ નાખી ૩૦ મિનિટ સુધી ઉકાળો. હવે તે પાણીને ગાળી લો અને ઠંડુ કરીને પીવો.

(10:04 am IST)