દેશ-વિદેશ
News of Thursday, 7th June 2018

કોઈ પણ પ્રકારની ત્વચા ઉપર લગાવો મુલ્તાની માટી

જ્યારે પણ સુંદરતા નીખારવાની વાત આવે તો લોકો કેટલાય મોંઘા મોંઘા બ્યૂટી પ્રોડકટ્સ ઉપર ભરોસો કરે છે. પરંતુ, જો તમે ઈચ્છો તો ખૂબ જ સરળતાથી ઘર પર જ પૈસા ખર્ચ કર્યા વગર તમારી ત્વચાની સંભાળ રાખી શકો છો. તેના માટે તમે મુલ્તાની માટીનો ઉપયોગ કરી શકો છો. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પોકેટ ફ્રેન્ડલી તો છે જ સાથે બધા પ્રકારની ત્વચા પર તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકાય છે.

જે લોકોની ત્વચા ઓઈલી છે, તે તેના ઉપયોગ માટે બે ચમચી મુલ્તાની માટીમાં એક ટેબલસ્પૂન ગુલાબજળ, એક ચમચી મધ અને થોડા ટીપા ટી ટી ઓઈલ નાખી પેક તૈયાર કરો. હવે તેને ચહેરા પર લગાવો અને તે સૂકાઈ જાય એટલે ચહેરાને ધોઈ લો.

જ્યારે સૂકી અને સામાન્ય ત્વચા માટે વ્હાઈટ કલે મુલ્તાની માટીમાં એક ચમચી મધ, એક ચમચી ગ્લીસરીન મિકસ કરી પેક તૈયાર કરો. હવે તેને હળવા હાથે ચહેરા પર લગાવો. જ્યારે આ માસ્ક સૂકાવા લાગે તો પાણીની મદદથી ચહેરો સાફ કરો. (૨૪.૩)

 

(10:03 am IST)