દેશ-વિદેશ
News of Thursday, 7th June 2018

માં બન્યા બાદ વધેલા વજનથી મેળવો છૂટકારો

માં બનવુ એ કોઈ પણ સ્ત્રી માટે જીવનનું સૌથી મોટુ સુખ છે. પરંતુ, વાસ્તવમાં બાળકના જન્મ બાદ મહિલાના શરીરમાં ખૂબ જ ફેરફાર આવી જાય છે. તેમાંથી જ એક છે વજન વધવો. પોસ્ટ પ્રેગનન્સીમાં વજન વધવો એ એક સામાન્ય સમસ્યા છે. પરંતુ, જો તમે ઈચ્છો તો તે વજનને સરળતાથી ઓછો કરી શકો છો.

ડિલેવરી બાદ વોકિંગ કરવુ એ એક સૌથી સરળ વ્યાયામ છે. તમે ડિલેવરીના ૧૫ દિવસ બાદ વોકીંગથી શરૂઆત કરો. તેનાથી તમારૂ વજન વધશે નહીં. જો તમે ઈચ્છો છો કે બાળકના જન્મ બાદ તમારૂ વજન ન વધે તો તમે લીફટના બદલે સીડીઓનો ઉપયોગ કરો. સીડી ચઢવા-ઉતરવાથી તમારા શરીરની મોટા ભાગની કેલરી બર્ન થાય છે. તેને એક રીતે ફુલ બોડી વર્કઆઉટ ગણાવામાં આવે છે. તમે દરરોજ ૨૫ થી ૩૦ મિનીટ સુધી તેનો અભ્યાસ કરો. આ વ્યાયામથી તમારો વજન નહીં વધે.

જ્યારે ડિલેવરી પછી તમે એવી બધી કસરતથી બચો, જેનાથી તમારા પેટના મસલ્સને જોર પડે અથવા તેને કરવા માટે તમારે નીચે વળવુ પડે. એવુ કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકશાન થાય છે.

 

(10:03 am IST)