દેશ-વિદેશ
News of Tuesday, 7th April 2020

બ્રિટનમાં સૌથી મોટું ફેમિલી ધરાવતી મહિલાએ બાવીસમાં બાળકને જન્મ આપ્યો

લંડન તા. ૭ : 'અમે બે અમારા બે'ના જમાનામાં બ્રિટનમાં એક બહેન છે જે દર વર્ષે લગભગ એક બાળકની સરેરાશ સાથે લગાતાર બાળકો પેદા કર્યે જાય છે અને અટકવાનું નામ જ નથી લેતા છેલ્લા પાંચ બાળકો જન્મ્યા ત્યારે દર વખતે હવે વધુ નથી જોઇતાં એવી જાહેરાત કરતા, પણ પછી અચાનક મન બદલાઇ જતું અને ફરી એક બાળક પેદા થતું. હાલમાં ચોમેર કોરોનાનો કહેર છે ત્યારે સુ રેડફોર્ડ નામનાં આ બહેનને પોતાના બાવીસમાં સંતાનને જન્મ આપ્યો છે. આ વખતે તેને ૧૧ મી દીકરી જન્મી છે.

૪પ વર્ષની સુએ ૧૪ વર્ષની ઉંમરે પહેલા સંતાનને જન્મ આપ્યો હતો. એ પછી ત્રણ કે ચાર વર્ષના ગાળા પછી બીજા સંતાનને જન્મ આપ્યો હતો. અત્યાર સુધીમાં સુએ તેની જિંદગીના કુલ ૮૦૦ અઠવાડિયાં પ્રેગ્નન્સીમાં ગાળ્યા છે. તેનો સૌથી મોટો દિકરો ક્રિસ્ટોફર ૩૦ વર્ષનો થઇ ચુકયો છે. બ્રિટનનો આ સૌથી મોટો પરિવાર લેન્સેશરમાં દસ બેડરૂમના બંગલામાં રહે છે.

(3:22 pm IST)