દેશ-વિદેશ
News of Tuesday, 7th February 2023

દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક:નથી ભરવો પડતો લોકોને ટેક્સ

નવી દિલ્હી: 'ટેકસ કે કર એ કોઇ પણ દેશની આવકનો સ્ત્રોત છે. ટેકસની આવકમાંથી જ નાગરીકોને સુવિધા આપવામાં આવે છે અને દેશનો પણ વિકાસ થાય છે. દરેક દેશનું પોતાનું આગવું  કર માળખું હોય છે જે આર્થિક અને સામાજીક પરીસ્થિતિ પર આધારિત હોય છે. ભારતની વાત કરીએ તો આવકવેરો ભરવાના જુદા જુદા સ્લેબ છે જે વ્યકિતની આવક પ્રમાણે નકકી થાય છે થોડાક સમય પહેલા કેન્દ્રીય બજેટ રજૂ થયું જેમાં આવક વેરામાં ૭ લાખ રુપિયા સુધીની છૂટ આપવામાં આવી હતી. જો કે દુનિયામાં એવા દેશો પણ છે જયાં લોકો પાસેથી એક પણ રુપિયો ટેકસ પેટે વસૂલવામાં આવતો નથી. () બહમાસ- ઉત્તર અમેરિકાના મહાદ્વીપમાં કેરેબિયન ક્ષેત્રમાં આવેલા આ દેશની  ખાસિયત છે કે કોઇ પણ પ્રકારનો ટેકસ ભરવો પડતો નથી. અંદાજે ૪ લાખની વસ્તી ધરાવતા ટાપુ દેશ પ્રતિ વ્યકિત ૩૨૪૦૮ ડોલર આવક ધરાવે છે. ૨૯ મોટા દ્વીપ અને નાના ૨૬૫૨ ટાપુઓની સુંદરતા અને ખૂશનૂમા આબોહવા પ્રવાસીઓને આકર્ષતી રહે છે. દુનિયાભરના પ્રવાસીઓ આવવાથી આ દેશને હુંડિયામણ મળે છે.  બહમાસ ટેકસમુકત હોવાથી બેન્કિંગ ક્ષેત્રનો ખૂબ વિકાસ થયો છે. ઓફ શોર નાણાનું પણ મોટુ કેન્દ્ર ગણાય છે. () યુએઇસંયુકત અરબ અમિરાત ખાડી ક્ષેત્રમાં સૌથી અમીર દેશોમાંનો એક છે. આ દેશની અર્થ વ્યવસ્થા ક્રુડ ઓઇલ અને ટૂરિઝમના કારણે ખૂબજ મજબૂત છે. ૨૦૨૧ની માહિતી મુજબ ૪૧૫ બિલિયન યુએસ ડોલરની જીડીપી ધરાવે છે. આથી જ તો આ દેશમાં લોકોને ઇન્કમટેક્ષમાં રાહત આપવામાં આવી છે. જો કે  આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબનો દેશ બનાવવા માટે આ દેશ ૨૦ ટકા જેટલો કોર્પોરેટ ટેક્ષની હિલચાલ પણ શરુ થઇ હતી. () બુ્નેઇ- સાઉથ ઇસ્ટ એશિયામાં આવેલું  બુ્રનેઇ  ઇસ્લામિક કિંગડમ માટે જાણીતું છે. બુ્નેઇના  સુલતાનના  વૈભવ અને સોનાના મહેલના લીધે આ દેશ હંમેશા ચર્ચામાં રહયો છે.  ૪.૫૦ લાખની વસ્તી ધરાવતો દેશ માથાદિઠ ૨૪૮૨૬ ડોલરની આવક ધરાવે છે. બુ્રનેઇમાં રિંગગિટનો વેપાર વાણીજય માટે ઉપયોગ થાય છે. સિંગાપુર ડોલરનો પણ બહોળો ઉપયોગ થાય છે. બંને મુદ્રા લગભગ એકસરખું મૂલ્ય ધરાવે છે. તેલના વિશાળ ભંડાર ધરાવતા બુ્રનેઇમાં રાજાશાહી પ્રજા પર કોઇ પણ પ્રકારના કરબોજ નાખતી નથી.

(11:32 pm IST)