News of Friday, 7th February 2020
નાઇજીરિયામાં પોલીસના અભિયાનમાં 250 આતંકવાદીને ઠાર
નવી દિલ્હી:નાઈજિરીયાના કડુના પ્રાંતમાં પોલીસે એક અભિયાન ચલાવીને એક આતંકવાદી સમૂહના 250 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા છે પોલીસ પ્રવક્તાએ ગુરુવારના રોજ આ વાતની જાણકારી આપી છે.
રાષ્ટ્રીય પોલીસ પ્રવક્તા ફ્રેક બા એ આપેલ માહિતી છે કે પોલીસ બળોએ સંયુક્ત દળના હેલીકૉપટરો સાથે કડુનાના કુદુર જંગલોમાં છુપાયેલ આતંકવાદીઓની જગ્યાને નિશાન બનાવીને આ અભિયાન ચલાવ્યું હતું જેમાં અંસારુ આતંકવાદી સમૂહના ઘણા કમાંડરના પણ મૃત્યુ નિપજ્યા છે.
(6:30 pm IST)