દેશ-વિદેશ
News of Friday, 7th February 2020

કેન્સરથી બચવા જીવનશૈલીમાં લાવો ફેરફાર

*. આજકાલની જીવનશૈલીને જોતા કેન્સરના ખતરો તેજીથી વધી રહ્યા છે. એ સમયે જરૂરી છે કે ખાવા-પીવામાં થોડા ફેરફાર કરવવા જોઈએ.

*. વધારેથી વધારે તાજું ભોજન કરો. અહીં તાજા ભોજન એટલે કે શાકભાજી , ફળ , સૂકા મેવા દાળ વગેરે ખાવો. એના માટે લંચ કે ડિનરથી ખૂબ સલાદ ખાવો. શોધ પ્રમાણે જે લોકો ઓછા ફળ અને શાકભાજી ખાય છે એને કેન્સરનો ખતરો વધારે થાય છે.

*. ફાઈબર કેન્સરથી લડવામાં સૌથી વધારે મદદગાર છે. ફાઈબરયુકત ભોજન પાચનને સારૂ રાખે છે અને કેન્સરને શરીરથી બહાર કાઢે છે. એના માટે બ્રાઉન રાઈસ ખાવો , ફળ અને એની છાલ સાથે ખાવો શોધ જણાવે છે કે ભોજનમાં ફાઈબરની માત્રાને કેન્સરના ખતરાથી સીધો સંબંધ છે. કેન્સરના ખતરાને ઓછું કરવું છે તો સૌથી પહેલા ટેવ નાખો કે પ્રોસેસ્ડ ફૂડ ઓછું ખાવો. તાજું ભોજન કરો . એટલે કે ડિબ્બામાં બંદ ખાવા પર નિર્ભર ઓછા રહો. પેકડ સંતરાના જયૂસથી સારૂ છે કે સંતરાને છોલીને ખાવો. નોનવેજ ખાતા લોકોને પણ કેન્સરના ખતરો શાકાહારી લોકોની અપેક્ષા ૫૦ ટકા વધારે હોય છે.  મીટ ખાતાને કેન્સરનો ખતરો વધારે હોય છે. કારણકે એમાં ફાઈબરની માત્રા ઓછી હોય છે. તો માંસાહાર ભોજનની માત્રા ઓછી કરી નાખો.

*. સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાંસ ફેટ આરોગ્ય માટે ખતરનાક છે , તો એનું સેવનને ઓછું કરો. સેચ્યુરેટેડ ફેટ માખણ , ઘી, ઈંડા, હોય છે.

*. ટમેટા ,બ્રોકલી, લીલી શાકભાજી, અંગૂર, ગાજર ,ડુંગળી, લસણ, લાલ મરચા અને ગ્રીન ટી એવા પ્રોડકટ છે જે એંટી ઓકસીડેંટ થી ભરપૂર હોય છે કેન્સરથી લડવામાં મદદગાર હોય છે.

*. ખૂબ પાણી પીવો. આ શરીરથી ઝેર કાઢવામાં મદદ કરે છે. કેન્સર બનાવતા સેલ્સને શરીરથી બહાર કાઢે છે. મીઠા ડ્રિકસ જેમકે કોકા , જ્યૂસ આ બધાથી દુર રહો.

(10:06 am IST)