દેશ-વિદેશ
News of Wednesday, 7th February 2018

સ્પેનઃ ૧૧ વર્ષની બાળકીએ બાળકને જન્મ આપ્યો

બાળકનો પિતા બીજુ કોઇ નહી પણ તેનો ૧૪ વર્ષનો ભાઇ

નવી દિલ્હી તા. ૭ : એક વિચિત્ર કિસ્સામાં માત્ર ૧૧ વર્ષની ગર્લે બાળકને જન્મ આપ્યો છે જેમાં તેનાથી પણ શરમજનક બાબત એ છે કે બાળકનો પિતા બીજુ કોઈ નહીં પણ તેનો ૧૪ વર્ષનો ભાઈ જ છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સ્પેનના મુર્સિયા ખાતે બનેલી આ ઘટનાએ સ્થાનિક સમાચારોમાં જોરદાર વંટોળ ઉભો કર્યો છે. સમાજશાસ્ત્રીઓ અને નિષ્ણાંતો વચ્ચે આટલી નાની ઉંમરે સગા ભાઈ-બહેન વચ્ચે સેકસના મામેલ ચર્ચાએ જોર પકડ્યું છે. કેટલાક લોકોએ તેને સંપૂર્ણપણે ગેરકાયદે ગણાવ્યું છે.

જયારે સગીરાના પરિવારનું કહેવું છે કે તેમને આ અંગે પહેલા કોઈ જાણ નહોતી. પરંતુ અચાનક સગીરાએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જયાં ડોકટર્સએ કહ્યું કે તે પ્રેગ્નેન્ટ છે. બાળકના જન્મ બાદ હોસ્પિટલ સત્તાવાળાઓએ પોલીસને જાણ કરી હતી. સગીરા અને તેનું બાળક બંનેનું આરોગ્ય હાલ સારૂ કહેવામાં આવી રહ્યું છે. સ્પેનમાં કેટલાય લાંબા વિવાદ બાદ સહમતીથી સેકસી ઉંમર ૧૩ વર્ષથી વધારીને ૧૬ વર્ષ કરી દેવામાં આવી છે.

જોકે તેમાં કેટલીક રાહત આપવામાં આવી છે કે જો બોય અને ગર્લ બંને એકજ સરખી ઉંમરના હોય અથવા બોય મેચ્યોરિટી ડેવલોપમેન્ટના સ્ટેજ પર હોય. આ કેસમાં બોયની ઉંમર જોતા જો સેકસ સહમતીથી નહીં કરવામાં આવ્યું હોય તે સ્થિતિમાં તેની વિરુદ્ઘ કાયદાકીય પગલા ભરાઈ શકે છે. આ ઘટનાને આરોગ્ય પ્રધાને પણ 'અપાવાદરૂપ' ગણાવી ખરેખર કોણ પિતા તે અંગે DNA ટેસ્ટ કરવાની વાત કરી હતી.(૨૧.૧૩)

(11:44 am IST)