દેશ-વિદેશ
News of Thursday, 7th January 2021

બ્રિટનમાં એક સાથે 574થી વધુ યુવતીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કરીને બ્લેકમેઇલ કરવાની ઘટનાથી ખળભળાટ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર પોતાની અંગત પળની તસ્વીરો કે વીડિયો મુકનારા માટે લાલબત્તી સમાન એક કિસ્સો બન્યો છે. બ્રિટનમાં એક ભારતીય મૂળના પુરુષે ૫૭૪થી વધુ છોકરીઓ અને યુવા મહિલાઓના કોમ્પ્યુટર એકાઉન્ટ્સ હેક કરી તેમનું શોષણ કર્યું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બ્રિટનનની કોર્ટે આ પુરુષને બ્લેકમેઇલ, અશ્લીલતા ફેલાવવા અને સાયબરક્રાઇમ્સના મામલે ૧૧ વર્ષના કારાવાસની સજા ફટકારી છે. આકાશ સોંધી નામનો આ પુરુષ સોશિયલ મીડિયા અને ખાસકરીને સ્નેપચેટમાં ગેરકાયદેસરરીતે સૈંકડો ખાતાઓમાં પ્રવેશ મેળવી લેતો હતો અને આ મહિલાઓના ફોટા મેળવી તેમને બ્લેકમેઇલ કરતો હતો. તેણે ૨૬ ડિસેમ્બર, ૨૦૧૬ અને ૧૭ માર્ચ, ૨૦૨૦ વચ્ચે ગુનો આચર્યો હતો તેમ બ્રિટનના ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ (સીપીએસ)એ જણાવ્યું છે.

(5:30 pm IST)