દેશ-વિદેશ
News of Thursday, 7th January 2021

પૃથ્વીની તેની ધરી પર ફરવાની ગતિમાં 2020થી જ થયો વધારો

નવી દિલ્હી: પૃથ્વીની તેની ધરી પર ફરવાની ગતિમાં જુના 2020થી વધારો થયો છે. આમ તો છેલ્લા 50 વર્ષથી પૃથ્વીની તેની ધરી પર ઘુમવાની ગતિમાં વધારો થયો છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો વિચારી રહ્યા છે કે આને કેવી રીતે વ્યવસ્થિત કરવામાં આવે, અલબત્ત પૃથ્વીની ગતિમાં આ ફેરફારનો અનુભવ માત્ર એટોમિક (અણુ) ઘડિયાળ પર જ જોઇ શકાય છે. ખરેખર તો પૃથ્વી 24 કલાકમાં પોતાની ધરી પર એક ચક્કર પુરું કરે છે પણ વૈજ્ઞાનિકોએ જાણકારી મેળવી છેકે ગત વર્ષે જુન મહિનાથી અત્યાર સુધીમાં પૃથ્વીની તેની ધરી પર ફરવાની ગતિ તેજ થઇ છે આથી દરેક દેશોનો સમય બદલી જાય છે. આ બાબતને લઇને હવે વૈજ્ઞાનિકોએ નેગેટીવ લીપ સેક્ધડ પોતાની ઘડિયાળોમાં જોડવી પડશે.

         ઉલ્લેખનીય છે કે 1970થી અત્યાર સુધીમાં કુલ મળીને 27 લીપ સેક્ધડ જોડાઇ ચૂકી છે. એક રિપોર્ટ મુજબ પૃથ્વી જુન 2020થી 24 કલાકમાં 0.5 મિલિ સેક્ધડ ઓછા સમયમાં પોતાનું ચક્કર લગાવી રહી છે.

(5:29 pm IST)