દેશ-વિદેશ
News of Tuesday, 7th January 2020

અમેરિકા સહીત ઇંડોનેશિયામાં 6થી વધુની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: અમેરિકા અને ઇંડોનેશિયામાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે તેની તીવ્રતા 6ની માલુમ પડી રહી છે. અમેરિકી જીઓલોજીકલ સર્વદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પૂતો રિકોમાં મંગળવારના રોજ 6.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. જેના કારણોસર લોકોના  ઘરમાં ભય ફેલાઈ ગયો હતો ઈંડોનેશિયાના હિંદ મહાસાગરના તટીય વિસ્તારોમાં 6.2ની તીવ્રતાના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. હજુ સુધી ભૂકંપના કારણોસર કોઈ નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી. પરંતુ ઘણી બધી બિલ્ડીગો ક્ષતિગ્રસ્ત થઇ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:38 pm IST)