સેલ્ફી લેવા જતા વાંદરો ચશ્મા તફડાવી ગયો
ઇન્ડોનેશિયાના બાલીમાં કોનોર કોમેન સાર્જન્ટ નામના ર૪ વર્ષના એક પર્યટક સાથે થયેલી રમૂજી દ્યટનાનો વિડિયો વાઇરલ થયો છે. કોનોરના મિત્રે લીધેલા આ વિડિયોમાં ડઝનેક પ્રવાસીઓ પસાર થતા હોય છે એ વખતે બે વાંદરા બિલ્ડિંગની છત પર ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. ગોગલ્સ પહેરેલો કોનોર ધીમા પગલે પાછળ જઈને એ વાંદરા સાથે સેલ્ફી લેવા પીઠ ફેરવે છે, પણ તેને કંઈ સમજાય એ પહેલાં તો પલક વારમાં એ વાનર તેનાં ગોગલ્સ લઈને નાસી ગયો અને છત પર દૂર જતો રહ્યો. મનકી તેનાં ગોગલ્સ સાથે શું કરે છે એ જોવા કોનોર પાછળ વળે છે ત્યાં સુધીમાં તો વાનર ચશ્માં આંખો પર ચડાવીને તેને જોતો હોય છે. જોકે છેવટે તે વાનર પાસેથી પોતાનાં ચશ્માં પાછાં મેળવવામાં સફળ . રહ્યો હતો. કોનોરે તેના ઇન્સ્ટાગ્રામ- અકાઉન્ટ પર આ વિડિયો અપલોડ કર્યો હતો.