દેશ-વિદેશ
News of Tuesday, 7th January 2020

દીકરાને મોબાઇલનું વળગણ છોડાવવા પપ્પા તેને એક મહિનો મોન્ગોલિયા ફરવા લઇ ગયા

ટોરેન્ટો,તા.૭: યુવાવર્ગમાં વધતું જતું મોબાઇલનું વળગણ મા-બાપ માટે ચિંતાનો વિષય છે. દરેક મા-બાપ ઇચ્છે છે કે તેમનાં સંતાનો જિંદગી જુએ અને માણે. માત્ર મોબાઇલમાં ડૂબેલા ન રહે. કેનેડાના એલ્બર્ટમાં રહેતા જેમી કલાર્કને લાગ્યું કે નાની વયમાં દીકરાને મોંદ્યો ફોન અપાવી દેતાં તેમનો પુત્ર સાથેનો સંપર્ક ઓછો થઈ રહ્યો છે. જોકે આ વ્યથામાંથી બહાર આવવા પિતાએ તેના પુત્રનું મોબાઇલનું વળગણ છોડાવવા માટે અનોખો રસ્તો અમલમાં મૂકયો હતો. જેમી તેના પુત્ર ખોબેને મૌન્ગોલિયા એક મહિનાની લાંબી ટ્રિપ પર લઈ ગયો.

શરૂઆતમાં થોડી આનાકાની બાદ ખોબે મોન્ગોલિયા જવા તૈયાર થયો. હવે ખોબે કહે છે કે ટેકનોલોજી પ્રત્યેનો તેનો અભિગમ બદલાઈ ગયો છે. હવે તે મોબાઈલમાં ડૂબી રહેવાને બદલે સમજદારીપૂર્વક એનો ખપ પૂરતો જ ઉપયોગ કરે છે. ખોબેએ કહ્યું હતું કે જયારે જૂથમાં પ્રવાસ પર નીકળો ત્યારે બધા પોતપોતાના મોબાઈલમાં ડૂબેલા હોય છે, જે દ્યણું ખોટું છે. હવે મારો મોબાઇલના ઉપયોગ માટેનો અભિગમ બદલાયો છે. હું માનું છું કે સાથે રહીને કોઈને ગણતરીમાં ન લેવા એ દ્યણું અપમાનજનક વર્તન છે.

(3:05 pm IST)