દેશ-વિદેશ
News of Monday, 7th January 2019

લાંબો સમય હેપ્પી રહેવું છે? તો બીજાને ગિફટ્સ આપો

નવી દિલ્હી તા.૭: કહેવાય છે કે મેળવવા કરતાં આપવાની વધુ ખુશી થાય છે. આ વાતને સાયન્ટિસટો પણ સમર્થન આપે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ શિકાગો અને નોર્થ-વેસ્ટર્ન યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા બે અલગ અભ્યાસમાં નોંધાયું છે કે જયારે લોકો વારંવાર બીજાઓને ગિફટ્સ આપતા રહે છે ત્યારે વ્યકિતની હેપીનેસ લાંબી રહે છે.

(4:07 pm IST)