દેશ-વિદેશ
News of Friday, 6th December 2019

માત્ર પાળેલાં પ્રાણીઓને શોધી આપવાનું કામ કરે છે ચીનની એક ડિટેકિટવ કંપની

લંડન,તા.૬: ડિટેકિટવ શબ્દ જ એવો છે કે બિલોરી કાચ લઈને કાંઈક શોધી રહેલા માનવીની છબિ આંખ સામે તરવરે. માણસો તો ઠીક, પણ પાળેલાં પ્રાણીઓને શોધવા માટે પણ ડિટેકિટવ હોય છે એ દ્યણા ઓછા લોકો જાણતા હશે. ચીનમાં એક વ્યકિતએ પાળેલાં પ્રાણીઓ માટેની ડિટેકિટવ કંપની શરૂ કરી છે. ગુમ થયેલાં પાલતુ પ્રાણી શોધવાની તેની ફી ૮૦૫૪૫.૨૭ રૂપિયા પ્રતિ કેસ જેટલી ઊંચી છે, પણ તેનો ૭૦ ટકા જેટલો ઊંચો સકસેસ રેટ જોતાં તેના કલાયન્ટ્સ પોતાના લાડલા પેટને શોધવા તેની સેવા લે છે.

પેટ્સને શોધવા માટે સન જિનરેને હીટ ડિટેકટર્સ, થર્મલ ઇમેજિંગ કેમેરા અને એન્ડોસ્કોપ જેવાં તમામ પ્રકારનાં હાઇ-ટેક ગેજેટ્સ વસાવ્યાં છે. ૭ વર્ષ પહેલાં શાંદ્યાઈમાં દેશની પ્રથમ પેટ ડિટેકિટવ એજન્સી શરૂ કરનાર સને અત્યાર સુધીમાં લગભગ ૧૦૦૦ કરતાં વધુ પેટને તેમના માલિક સાથે મેળવી આપ્યાં છે. ગુમ થયેલાં પેટમાંથી ૧૫થી ૨૦ ટકા ડોગી અને બે ટકા જેટલી કેટ જાતે જ પોતાના દ્યરે પહોંચી જતી હોય છે. સનની નિષ્ફળતાના કેસમાં કયાં તો પેટની ચોરી કરવામાં આવી હોય કે એ કોઈકનું ડિનર બની ગયાં હોય એવા કેસ વધુ હોય છે.

(3:43 pm IST)