દેશ-વિદેશ
News of Friday, 6th December 2019

તમારા ઘરને 'બિગ-બોસ'ની જેમ અન્ડર કેમેરા મૂકવા તૈયાર હો તો જેપનીઝ કંપની પૈસા ચૂકવશે

ટોકયો,તા.૬: આપણે ત્યાં 'બિગ-બોસ'માં કેટલાક લોકો આખો દિવસ અન્ડર કેમેરા રહેવા તૈયાર થાય છે અને ટીવી પર એનું પ્રસારણ થાય છે. જોકે જપાનની એક ઇન્ફોટેક કંપની તમારી રિયલ લાઇફનું રેકોર્ડિંગ કરે છે. ટોકયોની પ્લાઝમા ઇન્કોર્પોરેટેડ કંપનીએ 'પ્રોજેકટ એકઝોગ્રાફ' નામના વિવાદાસ્પદ સોશ્યલ એકસપરિમેન્ટમાં સહભાગી થવા લોકોને આમંત્રણ આપ્યું છે અને એને કારણે ન્યુઝપેપર્સ અને ન્યુઝ ટીવી ચેનલ્સમાં દ્યણો ઊહાપોહ મચ્યો છે. કંપનીના કહેવા મુજબ લોકોને એક મહિના માટે દ્યરના લિવિંગરૂમ્સ, બાથરૂમ્સ, ચેન્જિંગ એરિયાઝ, કિચન્સ અને દ્યરના બીજા ભાગોમાં કેમેરા અને વાયરિંગ્સ ગોઠવવાની છૂટ આપવાનો અનુરોધ કંપનીએ કર્યો છે. સોશ્યલ એકસપરિમેન્ટના અંતે એમાં આવરી લેવાયેલી વ્યકિતઓને ઓળખી ન શકાય એ રીતે ફુટેજને એડિટ કરવામાં આવશે. એડિટ કરેલું ફુટેજ વિવિધ કંપનીઓને મોકલવામાં આવશે. એ કંપનીઓ ફુટેજનો વપરાશ ધંધાદારી રીતે કરી શકાય કે નહીં એની તપાસ કરશે. પ્રોજેકટ એકઝોગ્રાફમાં સહભાગી થનાર વ્યકિતઓને ફિલ્મિંગની છૂટ આપવા બદલ ૧,૩૨,૯૩૦ યેન (અંદાજે ૮૭,૦૮૭ રૂપિયા) આપવાનું નક્કી કર્યું છે. એ પ્રયોગમાં ત્રીસેક વર્ષની વ્યકિતએ ટોકયોના ૨૩ સ્પેશ્યલ વોર્ડ્સમાં રહેવાનું છે. એ રકમ વધારીને બે લાખ યેન (અંદાજે ૧,૩૧,૦૦૦ રૂપિયા) કરવામાં આવી હતી.

(3:43 pm IST)