દેશ-વિદેશ
News of Friday, 6th December 2019

ફ્રાન્સમાં નવા ભેદભાવપૂર્ણ અને ખર્ચાળ પેન્શનથી લોકોમાં ભારે નારાજગી : હડતાલ- વિરોધ પ્રદર્શન

પેરીસઃ ફ્રાન્સમાં પેન્શન સુધારણાને લાગુ કરાયા બાદ મોટા પાયે વિરોધ પ્રદર્શન અને હડતાલ શરૂ થઈ ગઈ છે. પેરીસ સહિત અનેક શહેરોમાં પ્રદર્શન શરૂ થઈ ગયુ છે. પેરીસ સહિત અનેક શહેરોમાં પ્રદર્શન શરૂ થયા બાદ રાષ્ટ્રપતિ મેક્રોએ સુરક્ષા વધુ કડક બનાવી છે. વિરોધ પ્રદર્શનના કારણે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે અને સરકારી કર્મચારીઓ પણ હડતાલ ઉપર ઉતરી ગયા છે. સ્કૂલો બંધ છે.

લોકોના જણાવ્યા મુજબ મેક્રોનું નવું પેન્શન પ્રાવધાન ખુબ જ ખર્ચાળ અને ભેદભાવપૂર્ણ છે. પોલીસે ઘણી જગ્યાએ આંસુ ગેસ છોડવો પડયો છે. પ્રદર્શનકારીઓએ અનેક જગ્યાએ વાહનોમાં આગ લગાડી હતી. દેશભરના સરકારી કર્મચારીઓ પેરીસમાં ભેગા થયા છે અને પેન્શન પ્લાનને  પરત લેવા માંગ કરી રહ્યા છે.

ટ્રેન ડ્રાયવરો પણ હડતાલ ઉપર ઉતરતા ૯૦ ટકા લોકલ ટ્રેનો રદ્ કરાઈ છે. પેરિસમાં ૧૬માંથી ૧૧ મેટ્રો લાઈન બંધ છે. જેથી લોકોને બાઈક અને સ્કૂટર ભાડે લેવા પડી રહ્યા છે.

(3:30 pm IST)