દેશ-વિદેશ
News of Thursday, 6th December 2018

વનપ્લસ આગામી વર્ષે 5જી સ્માર્ટફોન કરશે લોન્ચ :લેટેસ્ટ સૌથી પાવરફુલ ચિપસેટ હશે

નવી દિલ્હીઃ ચાઈનીઝ હેન્ડસેટ નિર્માતા વનપ્લસ આગામી વર્ષે પોતાનો 5જી સ્માર્ટફોન લોન્ચ કરશે. તેમાં લેટેસ્ટ ક્વાલકોમ સ્નેપડ્રેગન 855 ચિપસેટ હશે. વનપ્લસે હવાઈમાં સ્નેપડ્રેગન ટેક સમિટમાં આ જાણકારી આપી હતી.

વનપ્લસના સીઈઓ પેટે લાઉએ કહ્યું હતું કે કંપનીએ યુરોપમાં આગામી વર્ષે પોતાનો પ્રથમ 5જી સ્માર્ટફોન ઉતારશે. આ માટે કંપનીએ ટેલિકોમ ઓપરેટર ઈઈને પોતાના ભાગીદાર બનાવ્યા છે. લાઉના કહેવા પ્રમાણે, વનપ્લસ 5જી માટે 2017થી જ ક્વાલકોમ સાથે સંકળાયેલ છે.

લાઉએ જો કે નવા ડિવાઈસ અંગે વધુ જાણકારી આપી નહોતી. તેમણે કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે 855 સૌથી પાવરફુલ ચિપસેટ છે, જે અમારા ફોન માટે એકમાત્ર પસંદગી છે. જો કે અત્યારે એ જોવાનું છે કે વનપ્લસના એક મુખ્ય માર્કેટ ભારતમાં તે ક્યારે પોતાનો 5જી સ્માર્ટફોન લોન્ચ કરશે.

(10:23 pm IST)