દેશ-વિદેશ
News of Thursday, 6th December 2018

આ બાળકે તેના મૃત પિતાને પત્ર લખ્યો

નવી દિલ્હી: આજકાલ સોશિયલ મીડિયા પર એક સાત વર્ષીય બાળક દ્વારા પોતાના મૃત પિતાને સ્વર્ગમાં મોકલવામાં આવેલ એક પત્ર વાયરલ થઇ રહ્યો છે આ પત્ર સીધા હદયને સ્પર્શી જતો છે આ ભાવુક પત્રને વાંચીને લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહાયક હે આ પત્રમાં બાળકે પોસ્ટમૅનના નામે એક ભાવુક સંદેશો લખ્યો છે જેને વાંચીને દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી જાય.તેને લખ્યું છે કે પોસ્ટમેન શું તમે આ પત્રને સ્વર્ગમાં મોકલી આપશો આ મારા પપ્પા માટે છે તેમનો આજે જન્મદિવસ છે આ રીતનું લખાણ લખીને આ બાળકને પત્રને પોસ્ટ કર્યો હતો અને  આ બદલામાં પોસ્ટ વિભાગે પણ તેને સુંદર જવાબ આપ્યો છે કે સ્વર્ગમાં તેને પહોંચવો મુશ્કેલ હતો રસ્તામાં ઘણા બધા તારાઓનો સામનો કરવો પડ્યો પરંતુ અમે આ પત્રને સ્વર્ગ સુધી પહોંચાડી દીધો છે.

 

 

(6:17 pm IST)