દેશ-વિદેશ
News of Thursday, 6th December 2018

અડધો અડધ પુરૂષો કિસને બેવફાઇ નથી માનતા

લંડન, તા. ૬ :  પોતાના પાર્ટનરથી છુપાઇને બીજી કોઇ વ્યકિત સાથે રોમેન્ટિક વાતચીત, ફલર્ટ કે કિસ કરવામાં આવે એમાં પ૦ ટકા પુરૂષોને બેવફાઇ નથી લાગતી. દરેક વ્યકિતની બેવફાઇની વ્યાખ્યા જુદી હોય છે. કોઇક વ્યકિત ફોન પર કે વ્યકિતગત ધોરણે બીજી કોઇ છોકરી સાથે ફલર્ટ કરવાને પણ બેવફાઇ માને છે તો કોઇક માત્ર બીજી વ્યકિત સાથે સુવાને જ બેવફાઇ માને છે. પાર્ટનરથી છુપાઇને કોઇની સાથે વાત કરવી, ફલર્ટ કરવું, સ્વીટહાર્ટ, જાનુ, બેબી જેવા પ્રેમાળ સંબોધનો કરવા, ચોરી છુપીથી કિસ કરી લેવી જેવી બાબતોને પચાસ ટકા પુરૂષો નોર્મલ સમજે છે. તમને એમાં કોઇ જ પ્રકાનો દગો કર્યાનું નથી લાગતુ. બ્રિટનના ડેટિંગ કોચ જેમ્સ અને એક ઇન્ટરનેશનલ રેડિયો-ચેનલ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં ર૦૬૬ લોકોને સાંકળવામાં આવ્યા હતા. એમાં પ૦ ટકા પુરૂષોને પોતાની પાર્ટનર સિવાયની મહિલાને કિસ કરવામાં કોઇ આપતિ નહોતી. તેમના મતે એ બેવફાઇ નથી. આ સર્વેમાં ૭૩ ટકા મહિલાઓ બીજા પુરૂષોને કિસ કરવાને બેવફાઇ માનતી હતી. પચાસ ટકા પુરૂષોને સાઇબર સેકસમાં પણ કશું અનુચિત નહોતું લાગ્યું. સર્વેમાં ૯૧ ટકા લોકોએ બીજા સાથે સુવાને બેવફાઇ કહેવાય એવું કહ્યું હતું.  (૯.ર૦)

(4:04 pm IST)