દેશ-વિદેશ
News of Friday, 6th September 2019

૬૦ર ફુટ લાંબી વિશ્વની સૌથી લાંબી નૂડલ્સનો રેકોર્ડ બન્યો

એક નૂડલ કેટલી લાંબી બની શકે? જેપનીઝ શેફ હિરોશી કુરોડાનું કહેવું છે કે લગભગ ૬૦ર ફુટથી વધુ આટલી લંબાઇ એટલે વોશિંગ્ટન મોન્યુમેન્ટ કરતાંય વધુ લાંબી. હિરોશીએ આ માટે રાતદિવસ એક કરીને મહેનત કરી છે. ગયા અઠવાડિયે શેફે તેમના કેટલાક સાથીદારોની મદદથી ૬૦ર ફુટ અને ૯ ઇંચ લાંબી એગ નૂડલ બનાવી હતી. એ વચ્ચેથી કયાંય તૂટે નહીં એ માટે ખાસ તલના તેલથી એને ભીની કરવામાં આવી હતી અને એની લંબાઇ માપતા પહેલાં એને બરફમાં ઠંડી કરવામાં આવી હતી. આ એક જ નૂડલ તેની લંબાઇને કારણે ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઇ હતી.

(3:50 pm IST)