દેશ-વિદેશ
News of Thursday, 6th September 2018

હવે દિવસની શુભ શરૂઆત કરો કંઈક આવી રીતે

જો તમે સવારથી જ દિવસની સારી શરૂઆત કરો છો, તો તમારો આખો દિવસ સારો જાય છે. તમારા શરીરમાં ભરપુર એનર્જી રહે છે અને તમે કેટલીય બીમારીઓથી બચી શકો છો. તો તમે પણ તમારા દિવસને સારો બનાવવા માટે કંઈક આવી રીતે દિવસની શરૂઆત કરી શકો છો.

વહેલા ઉઠવુ : સવારે વહેલા ઉઠવાનો મતબલ એ નથી કે તમે તમારી ઉંઘ પૂરી ન કરો. આખો દિવસ શરીર ઉર્જાવાન રહે તે માટે ૮ કલાકની ઉંઘ જરૂરી છે. તેથી રાત્રે વહેલા સૂઇ જવુ જોઇએ, જેથી સવારે સમયસર ઉઠી શકો તેમજ શાંતિ અને સકારાત્મક વિચાર સાથે તમે તમારા બધા કામ પૂરા કરી શકો.

ધ્યાન : પોતાને શાંતિ આપવા માટે દરરોજ ૧૦ મિનીટ ધ્યાન કરવુ જોઈએ. તેનાથી તમારામાં સકારાત્મકતા આવે છે. તમારી શ્વાસ લેવાની પ્રક્રિયા પર તમારૂ ધ્યાન કેન્દ્રિત કરો અને બધા વિચારોથી મુકત થઈ આ ક્ષણનો ભરપુર આનંદ લો. તનાવ દૂર કરવા માટેનો આ સૌથી સારો વિકલ્પ છે.

સ્વસ્થ નાસ્તો : આખો દિવસ સ્વસ્થ રહેવા માટે સવારે નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે સવારે ઓટ્સનું સેવન શ્રેષ્ઠ છે. જ્યારે ઓટ્સને ફળ અને મેવા સાથે મિકસ કરો તો તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

(9:32 am IST)