દેશ-વિદેશ
News of Thursday, 6th September 2018

વિદેશ જવાના તમારા સપનાને કરો સાકાર!! વગર વિઝાએ ફરો વિદેશમાં

વિઝાની પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી : માત્ર ભારતીય પાસપોર્ટ હોવો જરૂરી

તમારે વિદેશમાં ફરવુ છે? પરંતુ, તમારી પાસે વિઝા નથી? તો ચિંતા ન કરો... તમે એ વાત જાણો છો કે, ભારત માટે અમુક દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી છે. એટલે કે ત્યાં તમારી પાસે માત્ર પાસપોર્ટ હોય તો પણ તમે જઈ શકો છો. કેટલાક દેશો એવા છે, જ્યાં ભારતીયને એન્ટ્રી માટે વિઝાની જરૂર પડતી નથી.

તેના માટે તમારી પાસે માત્ર ભારતીય પાસપોર્ટ હોવો જરૂરી છે. આ દેશોમાં જવા માટે તમારે વિઝાની પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી.

મોરિશસ, માલદીવ, ફિઝી, હોંગકોંગ, જમૈકા, નેપાળ, કુક આઈલેન્ડ, ઈકવાડોર, ભૂટાન, સમોઆ, મકાઉ, સેનેગલ, સર્બિયા, ત્રિનિદાદ અને ટોબેગો, ટકર્સ એન્ડ કાઈકોસ આઇલેન્ડ, વાનુઆતુ, જેજુ આઇલેન્ડ, ગુયાના, ઈન્ડોનેશિયા જેવા દેશોમાં ભારતીય વગર વિઝાએ જઈ શકે છે.

જો કે આ દેશોમાં રોકાવા માટે એક નિશ્ચિત સમય હોય છે. તે ઓછામાં ઓછો ૩૦ દિવસથી લઈને ૬ મહિના અને આખા વર્ષ સુધીનો હોય શકે છે.

 

(9:31 am IST)