દેશ-વિદેશ
News of Thursday, 6th August 2020

ચીનમાં આવી રહી છે વધુ એક ચેપી બીમારી:7ના મૃત્યુ:60 ની હાલત ગંભીર

નવી દિલ્હી: ચીનના વુહાનથી શરુ થયેલા કોરોના વાઈરસની સામે હજુ પણ આખી દુનિયા ઝઝૂમી રહી છે અને હજારો માણસો મરી રહ્યા છે અને સંક્રમીત થઇ રહ્યા છે ત્યારે ચીનમાં વધુ એક નવો વાઈરસ બહાર આવ્યો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે અને આ નવી સંક્રામક બીમારીથી 7 લોકોના મોત થયા છે. અને 60 લોકો બીમારપડ્યા છે. ચીનના સરકારી મીડિયાએ ગઇકાલે-બુધવારે શંકા દર્શાવી હતી કે આ સંક્રમણ માણસોમાં પણ ફેલાઇ શકે છે.

             આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ પૂર્વી ચીનના જિયાંગ્સુ પ્રાંતમાં ગત 6 મહિના દરમિયાન એસએફટીએસ વાઈરસથી 37થી વધુ લોકો સંક્રમીત થયા છે. પૂર્વી ચીનના અન્હુઇ પ્રાંતમાં પણ 23 લોકો સંક્રમીત થયાની વાત બહાર આવી છે. અલબત્ત, આ વાઈરસ નવો નથી. પહેલીવાર વર્ષ 2011માં આ વાઈરસનો પતો મળ્યો હતો. વાઈરોલોજિસ્ટનું માનવું છે કે, આ સંક્રમણ પશુઓના શરીર પર ચીપકી જતા કીડાથી મનુષ્યોમાં ફેલાય છે ત્યારબાદ માનવ જાતિમાં સંક્રમણ ફેલાઈ જાય છે.

(9:08 pm IST)