દેશ-વિદેશ
News of Thursday, 6th August 2020

આજથી 75 વર્ષ પહેલા અમેરિકાએ જાપાનના શહેર હિરોશિમા પર પરમાણુ બોંબ ઝીક્યો હતો:સંશોધન

નવી દિલ્હી: 6 ઓગસ્ટ 1945 ના રોજ અમેરિકાએ જાપાનના શહેર હિરોશિમા પર પરમાણુ બોમ્બ ઝીંક્યો હતા. જેના ત્રણ દિવસ પછી 9 ઓગસ્ટે નાગાસાકી પર વધુ એક બોમ્બ ઝીંક્યો. જેમાં લાખો લોકો માર્યા ગયા, જ્યારે લાખો લોકોને તેની અસર થઈ હતી. સાથે જ હુમલા પછી ઘણા લોકો રેડિયોએક્ટિવ 'રાખના વરસાદ'ના સંકજામાં પણ આવી ગયા હતા.

           ગત સપ્તાહે હિરોશિમાની જિલ્લા કોર્ટે 'રાખના વરસાદ'ના સંકજામાં આવેલા લોકોની ઓળખ કરી. સાથે જ તેમને તમામ તબીબી સુવિધા આપવાની વાત પણ કરી હતી. હુમલાથી અસરગ્રસ્ત થયેલા લોકોને ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેને જાપાનમાં 'હિબાકુશા'ના નામે ઓળખવામાં આવે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ ખતમ થયા પછી જાપાન સરકારે ગંભીર રીતે અસરગ્રસ્ત લોકોને મફતમાં સ્વાસ્થ્ય સુવિધા આપવાની જાહેરાત કરી હતી. સાથે જ સરકારે ઘણા વિસ્તારોને ગંભીર રીતે અસરગ્રસ્ત જાહેર કર્યા હતા.

(9:07 pm IST)