દેશ-વિદેશ
News of Thursday, 6th August 2020

ઓએમજી.....આ મહિલાએ પોતાના બાળકો માટે મંગાવેલ ચિકન નગેટ્સમાંથી નીકળ્યા માસ્કના ટુકડા

નવી દિલ્હી: લૉરા આર્બર નામની મહિલાએ પોતાનાં બાળકો માટે મંગળવારે ત્યાંના મૅકડોનાલ્ડ્સની રેસ્ટોરાંમાંથી ચિકન નગેટ્સ તરીકે ઓળખાતી તળેલાં ચિકનની ડિશ ખરીદી હતી. એણે ભજિયાં જેવાં આવાં 20 ચિકન નગેટ્સ ખરીદ્યાં હતાં, તેમાંથી બે નગેટ્સમાંથી સર્જિકલ માસ્કના ટુકડા નીકળ્યા હતા. 32 વર્ષની લૉરાએ બ્રિટિશ મીડિયાને પોતાની આપવીતી જણાવતાં કહ્યું કે એમની છ વર્ષની દીકરી મૅડીને અચાનક ખાતાં ખાતાં શ્વાસ રૂંધાવા લાગ્યો. લૉરાએ પોતાની દીકરીના મોંમાં આંગળીઓ નાખીને અંદરથી નગેટ બહાર કાઢ્યું. લૉરાના આઘાત વચ્ચે એણે દીકરીના મોંમાંથી બહાર કાઢેલા નગેટમાંથી બ્લ્યુ રંગનું કશુંક દેખાતું હતું. ધ્યાનથી જોતાં ખ્યાલ આવ્યો કે એ તો ડિસ્પોઝેબલ સર્જિકલ માસ્કનો ટુકડો હતો. આ રીતે એમનાં 20 નગેટ્સમાંથી બેમાં આવા માસ્કના ટુકડા નીકળ્યા. સોશિયલ મીડિયામાં અને સ્થાનિક મીડિયામાં આ ઘટના ચર્ચાયા બાદ મૅકડોનલ્ડ્સે જાહેરમાં લૉરાને પડેલી તકલીફ બદલ માફી માગી હતી.

(9:06 pm IST)