દેશ-વિદેશ
News of Friday, 6th July 2018

ચોમાસામાં તમારા મેકઅપ-બેગમાં રાખો આ વસ્તુઓ

જેમ-જેમ ઋતુ બદલે છે, તેમ તમારે બ્યુટી પ્રોડકટ્સ પણ બદલવી પડે છે. હવે જ્યારે વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે તો જરૂરી છે કે તમે તમારી મેક અપ કીટમાં પણ કંઈક બદલાવ લાવો. તો જાણી લો કે મેકઅપ કીટમાં શું સામેલ કરવુ જોઈએ.

ઉનાળામાં તો તમે સનસ્ક્રીનનો ઉપયોગ કરો છો. તો ચોમાસામાં પણ તેનો ઉપયોગ કરવો જોઈએ. આ ઋતુ માટે મેટ સનસ્ક્રીમ સૌથી સારૂ ગણાવામાં આવે છે. તેને લગાવવાથી ત્વચાનું નેચરલ ઓઈલ દૂર થતુ નથી. તેને ચહેરાની સાથે હાથ-પગ અને શરીરના બધા ભાગ ઉપર લગાવો જે પાર્ટસ વરસાદમાં ખુલ્લા રહે છે.

લિપસ્ટિક તમારા ચહેરાનો આખો લુક બદલી નાખે છે. ચોમાસામાં તમે મેટ લિપસ્ટિકને તમારા બેગમાં રાખો. જો તમને લિપસ્ટિક કરવી નથી ગમતી, તો બેગમાં લીપ બામ રાખો. તેને દિવસમાં ૨-૩ વાર એપ્લાય કરો. કારણ કે, ફાટેલા હોઠ તમારો લુક ખરાબ કરી શકે છે.

જ્યારે ચોમાસામાં લાઈટ મેકઅપ કરવો ઉત્તમ ગણવામાં આવે છે. ખાસ કરીને આંખ ઉપર વધારે મેકઅપ ઈન્ફેકશનનું કારણ પણ બની શકે છે. તેથી તમારી આંખોની સુંદરતા બનાવી રાખવા અને ચહેરાને ઈન્સટન્ટ ગ્લો આપવા માટે સ્મજ ફ્રી કાજલ લગાવો.

ચોમાસામાં શરીરમાંથી નેચરલ ઓઈલ દૂર થવા ન દેવુ જોઈએ. તેથી હાથને સાબુ કે હેન્ડવોશથી ધોવો તો ત્યારબાદ મોશ્ચરાઈઝ જરૂર કરજો. આ ઉપરાંત સ્નાન કર્યા બાદ આખા શરીર પર મોશ્ચરાઈઝર લગાવો, જેથી તમારી ત્વચા હંમેશની જેમ સુંદર રહે.

(9:33 am IST)