દેશ-વિદેશ
News of Saturday, 6th June 2020

આઈએઈએ ઇરાનના નિરીક્ષણથી મનાઈ પર ગંભીર ચિતા વ્યક્ત કરી

નવી દિલ્હી:સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ સંસ્થા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ શુક્રવારના રોજ જણાવ્યું છે કે ઈરાને હવે 2015ના સમજોતાની સીમાથી લગભગ આંઠ ગણું વધારે યુરેનિયમ જમા કર્યું છે ઈરાને ચાર મહિનાથી તે જગ્યાઓ પર  નિરીક્ષણને રોકી દીધું છે જ્યાં એતિહાસિક સ્તર પર પરમાણુ ગતિવિધિઓ હોઈ શકે છે.

આઇએઇએની રિપોર્ટમાં ગંભીર ચિંતાની સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે  ચાર મહિનાથી ઈરાને એજન્સીને બે સ્થાન સુધી પહોંચવા દેવા  પર પણ મનાઈ કરી દીધી છે. આ સાથે  આ વાત પર આઈએઈએ ગંભીર રીતે ચિંતા વ્યક્ત કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:59 pm IST)