દેશ-વિદેશ
News of Thursday, 6th June 2019

ઓછી ઊંઘ તમારા સ્વસ્થ્ય માટે બની શકે છે હાનિકારક

દુનિયાભરમાં લોકો આજે પોતાની સેહતને લઈને સજાગ બન્યા છે. પરંતુ, ઘણા લોકો આજે પણ આળસનાં કારણે સેહત પર પૂરતુ ધ્યાન આપતા નથી. ઘણા એવા પણ છે કે જે કામમાં એટલા વ્યસ્ત રહે છે કે તેમની પાસે પોતાની સેહત વિશે વિચારવાનો સમય પણ હોયો નથી. ત્યારે ઘણા મોબાઈલમાં ગેમ રમતા પૂરતી ઊંઘ લેતા નથી. આપને જણાવી દઈએ કે, ઓછી ઊંઘની આરોગ્ય પર સીધી અસર થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબની બાબતનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

રાત્રે મોડેથી ઊંઘી જતા લોકો અને વહેલી સવારે ઉઠી જતા લોકોનાં આરોગ્ય પર પણ પ્રતિકુળ અસર થાય છે. પૂરતી ઊંઘ નહિં મેળવનાર લોકોને ઘણી બિમારી થાય છે. જેમાં હાર્ટ સાથે સંબંધિત બિમારીનો સમાવેશ જાણવા મળ્યું છે કે રાત્રે છ કલાકથી ઓછી ઊંઘ મેળવનાર લોકો પર હાર્ટ સાથે સંબંધિત રોગનાં કારણે મૃત્યુ પામવાનો ખતરો ૪૮ ટકા સુધી વધી જાય છે. આ બાબત મુંબઈમાં રહેતા લોકો માટે પણ તેટલી જ લાગુ પડે છે, કારણ કે મુંબઈની જીવનશૈલી ખુબજ ભાગદોડ વારી છે. તે માટે મુંબઈના લોકોએ પૂરતી ઊંઘ લેવી જોઈએ.

 સૂતી વખતે બને તો શરીરનાં જ્ઞાનતંતુઓ રિલેકસ થાય તેવી હળવી કસરતો, યોગાસન કરવા. ચાલવું અને ઊંડા શ્વાસ લેવા. લાગશે.

(11:28 am IST)