News of Tuesday, 6th February 2018
અચાનક રોડમાં ગાબડું પડયું અને બાઇક સાથે માણસ ધરતીમાં સમાઇ ગયો
ડામરની પાકી સડકો પર અચાનક જ સિન્કહોલ પેદા થાય અને એની પરની ચીજો ધરતીમાં સમાઇ જાય એવા કિસ્સાઓ ચીનમાં ઘણી વાર બન્યા છે. જો કે તાજેતરમાં જયોર્જિયામાં એક બિલ્ડીંગના પાર્કિંગના વિસ્તારમાં એક માણસ તેની મોટરસાઇકલ સાથે જઇ રહ્યો હતો ત્યારે અચાનક જ રોડ તુટીને નીચે ગાબડુ પડી ગયું અને બાઇક એના સવાર સહિત ગાબડામાં ગાયબ થઇ ગઇ. ખાડો એટલો ઉંડો હતો કે એમાંથી માણસ અને બાઇકને કાઢવા માટે ક્રેન મંગાવવી પડી જો કે બાઇકસવારને ખાસ ગંભીર ઇજા થઇ નહોતી.
(4:01 pm IST)