News of Tuesday, 6th February 2018
દુબઇનું એરપોર્ટ ર૦૧૭માં પણ નંબર વન બિઝીએસ્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ
દુબાઇ તા. ૬ : લગાતાર છેલ્લા ચાર વર્ષથી દુબઇનું એરપોર્ટ વિશ્વનું બિઝીએસ્ટ સ્પોટ બન્યું છે. ર૦૧૭ માં ૮.૮ર કરોડ ટ્રાવેલર્સે આ એરપોર્ટનો ઉપયોગ કર્યો હતો.
એમાંથી ૧.ર૧ કરોડ ભારતીય હતા. ગયા વર્ષની સરખામણીએ દુબઇ એરપોર્ટ પર પેસેન્જર્સની અવર જવરમાં પ.પ ટકાનો વધારો થયો છે.
(9:44 am IST)