દેશ-વિદેશ
News of Wednesday, 6th January 2021

ઓનલાઇન કંપની એમેજોન ડિલિવરી માટે 11 વિમાનો ખરીદવાનું નક્કી કરી રહ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: ઓનલાઈન વેચાણમાં પ્રભુત્વ ધરાવતી કદાવર કંપની એમેઝોને ડિલિવરી માટે 11 નવા વિમાનો ખરીદવાનું નક્કી કર્યું છે. એમેઝોને રોજ રોજ કરોડો પાર્સલ ડિલિવર કરવાના હોય છે. માટે નાના-મોટા અનેક પ્રકારના વાહનોની જરૂર પડે છે. એમેઝોન અત્યારે અન્ય એરક્રાફ્ટ કંપનીના વિમાનો વાપરે છે. કાફલામાં એમેઝોન પાસે 74 વિમાનો તો છે . અગિયાર પૈકી કંપની સાત વિમાન ડેલ્ટા એરલાઈન્સ પાસેથી જ્યારે બાકીના ચાર વેસ્ટજેટ પાસેથી ખરીદશે. અગિયાર વિમાનો બોઈંગના બનાવેલા છે. વિમાનો દ્વારા એમેઝોન પોતાનું કાર્ગો નેટવર્ક વિસ્તારશે. એમેઝોને એર ડિલિવરી માટે અલગ એમેઝોન ગ્લોબલ એર નામની પેટા કંપની સ્થાપી દીધી છે. અત્યારે એમેઝોન અમુક એરલાઈન્સ કંપનીઓ સાથે ભાગીદારી ધરાવે છે, ચાલુ રહેશે. એમેઝોને કહ્યુ હતુ કે અમારે ઝડપથી અને જથ્થાબંધ ડિલિવરી પહોંચાડવાની હોવાથી વિમાનો અનિવાર્ય છે.

(6:22 pm IST)