દેશ-વિદેશ
News of Saturday, 5th December 2020

ચીનમાં રી-એજ્યુકેશન કેમ્પમાં રહેતા ઉઈધર મુસ્લિમોને ડુક્કરનું માંસ ખવડાતું હોવાનો અહેવાલ

નવી દિલ્હી: ઉઈઘર મુસ્લિમો પર અત્યાચાર કરવામાં ચીને કોઈ જ કસર બાકી નથી રાખી. ધીરે ધીરે ચીનની દમકનકારી નીતિ પરથી પડદો ઉંચકાઈ રહ્યો છે. અગાઉ પણ ચીને પુનઃ શિક્ષણ માટેના કેમ્પમાં કરેલા અત્યાચારના અહેવાલ સામે આવ્યા હતા. ચીનમાં રી-એજ્યુકેશન કેમ્પમાં રહેતા ઉઈઘર મુસ્લિમોને દર શુક્રવારે ડુક્કરનું માંસ ખાવાની ફરજ પાડવામાં આવી રહી છે. ઈસ્લામ ધર્મમાં શુક્રવારને પવિત્રદિવસ માનવામાં આવે છે. મુસ્લિમોને ડુક્કરનું માંસ ખવડાવવાનો અર્થ તેમના ધર્મને ભ્રષ્ટ કરવાનો છે. શિક્ષાના નામે ચીન મુસ્લિમોનો ધર્મ ભ્રષ્ટ કરવા પર ઉતરી આવ્યું છે.

             ચીન સરકારની આ કનડગતનો ભોગ બનેલા સરાગુલ સૌતબેએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, દર શુક્રવારે ડુક્કરનું માંસ ખાવાની ફરજ પાડવામાં આવતી હતી. બળબપૂર્વક આ જ એક દિવસે આવું કરવામાં આવે છે કારણ કે ઈસ્લામમાં આ દિવસને પવિત્ર ગણવામાં આવે છે. જો કોઈ આવું કરવાનો ઈનકાર કરે છે તો તેમને કડક સજા કરવામાં આવે છે.

(6:07 pm IST)