દેશ-વિદેશ
News of Saturday, 5th December 2020

કલારમિટ એમ્બિશન સમિટ પહેલા બ્રિટને વર્ષ 2030 સુધીમાં ઉત્સર્જનમાં 68 ટકા સુધી કાપના લક્ષ્‍યનું એલાન કરતા અમેરિકા પર દબાણ વધ્યું હોવાની આશંકા

નવી દિલ્હી: ગ્લોબલ વોર્મિંગ સમગ્ર વિશ્ર્વની ચિંતાજનક સમસ્યા છે ત્યારે કલારમિટ એમ્બિશન સમિટ પહેલા બ્રિટને વર્ષ 2030 સુધીમાં ઉત્સર્જનમાં 68 ટકા સુધી કાપના લક્ષ્‍યનું એલાન કરતા આ મામલે હવે અમેરિકા પર દબાણ વધી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે બ્રિટનના આ લક્ષ્‍યથી અન્ય દેશો, ખાસ કરીને અમેરિકા પર જળવાયુ લક્ષ્‍યો નવેસરથી નિર્ધારિત કરવા દબાણ વધી શકે છે.બ્રિટનનું એલાન સહેરના અંત સુધીમાં તાપમાન વૃદ્ધિને દોઢ ડિગ્રીથી નીચે રાખવાનું લક્ષ્‍ય છે, જ્યાં હાલ અન્ય દેશોએ બે ડિગ્રીના હિસાબે લક્ષ્‍યે નકકી કર્યા છે.

           ઉલ્લેખનીય છે કે પેરિસ સમજૂતીના મુખ્ય શિલ્પી અને યુરોપીયન કલાઇટબર ફાઉન્ડેશનની સીઇઓ લોરેન્સ ટુબિયાનાએ જણાવ્યું હતું કે બ્રિટનની આ પ્રતિબધ્ધતા વડાપ્રધાન બોરિસ જોનસનના પ્રયાસો રેખાંકિત કરે છે. બ્રિટનની પહેલેથી અન્ય દેશોને પ્રેરણા મળશે. દુનિયાને હવે કોપ 26ના આયોજન સુધી ઇંતેઝાર રહેશે કે અમેરિકા, ચીન, યુરોપીય યુનિયન આ દિશામાં શું પગલા લે છે.

(6:06 pm IST)