દેશ-વિદેશ
News of Saturday, 5th December 2020

આર્જેન્ટિનાની સરકારે કોરોના માટે અબજોપતિ અને ધનવાન વ્યક્તિઓ પર લગાવ્યો નવો ટેક્સ

નવી દિલ્હી: આર્જેન્ટિનાની સરકારે જીવલેણ કોરોના વાયરસની મહામારીને ફેલાતી રોકવા માટે કરવામાં આવેતા ઉપાયો પાછળના ખર્ચ માટે ભંડોળ એક્ત્ર કરવા અબજોપતિ અને ધનવાન વ્યક્તિઓ પર નવો ટેક્સ લાદયો છે. આર્જેન્ટિના સરકારના આ નવા ટેક્સથી ત્યાંના 12 હજાર ધનવાન વ્યક્તિઓ પ્રભાવિત થશે અને તેમણે નવો ટેક્સ ચૂકવવો પડશે. આ નવા મિલિયોનર ટેક્સથી આર્જેન્ટિનાની સરકારે 300 અબજ પૈસો (3.75 અબજ ડોલર) એક્ત્ર થવાની અપેક્ષા છે.

         આર્જેન્ટિનાની સંસદે આજે 'મિલિયોનર ટેક્સ' નામના ખરડાને મંજૂરી આપવામાં આવી છે. જે હેઠળ દેશના ધનવાન વ્યક્તિઓ પર 'મિલિયોનર ટેક્સ' લાદવામાં આવશે અને તેનાથી પ્રાપ્ત થતી રકમનો ઉપયોગ કોરોના મહામારી સંબંધિત લેવામાં આવતા પગલાંઓ પાછળ ખર્ચ કરવામાં આવશે. જેમાં મેડિકલ સપ્લાય અને તથા ગરીબો અને નાના વેપારીઓને આપવામાં આવેલ રાહત શામેલ છે.

(6:06 pm IST)