દેશ-વિદેશ
News of Tuesday, 5th November 2019

બુર્કિના ફાસોમાં આતંકવાદી હુમલામાં 5 નાગરિકો સહીત 5 જવાનોના મૃત્યુ

નવી દિલ્હી: ઉતરી બુર્કિના ફાસોમાં માલી નજીકની સીમા પર સુરક્ષા ચોકી પર કરવામાં આવેલ હુમલામાં ઓછામાં ઓછા પાંચ નાગરિકો સહીત પાંચ સુરક્ષા જવાનોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. પશ્ચિમ આફ્રિકી દેશના ઉતરી વિસ્તારમાં મોટાભાગે આ પ્રકારના હુમલા થતા રહે છે. આ સંબંધે સુરક્ષા સૂત્રોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હથિયારબંધ લોકોએ ઓઉસી સ્થિત સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો.

(6:29 pm IST)