દેશ-વિદેશ
News of Tuesday, 5th November 2019

આતો ગઝબ થઇ ગયું.....આ કપલની ઇન્સટ્રાગ્રામની કમાણી છે 6 આંકડામાં: બનાવ્યું આલીશાન ઘર

નવી દિલ્હી: બ્રિટનનું આ કપલ instagram પર એટલું ફેમશ છે કે, તેઓ 6 આંકડામાં કમાણી કરે છે. બ્રિટનમાં રહેનારા જેક મોરિસ અને ઓસ્ટ્રેલિયાની લોરેન બુલેન ટ્રાવેલ બ્લોગર છે. બંનેના ક્રમશઃ 27 લાખ અને 21 લાખ instagram ફોલોઅર્સ છે. હાલમાં જ કપલે બાલીમાં બે માળનું આલીશાન ઘર બનાવ્યું છે.

                       હાલમાં જ કપલે બાલીમાં બે માળનું આલીશાન ઘર બનાવ્યું છે. રિપોર્ટ અનુસાર, આ કપલે માત્ર instagramની કમાણીના માધ્યમે આ સુંદર મેન્શન તૈયાર કર્યું છે. કપલે આ માટે 1 વર્ષ પહેલા તેની જમીન ખ

રીદી હતી. જેક લખે છે, ક્યારેય નહિ વિચારેલું કે હું મારા સ્વપ્નની યુવતિ જોડે ઘરથી 7000 કિમી દૂર પોતાનું એક ઘર બનાવીશ. 29 વર્ષના જેકનું કહેવું છે કે, તેમણે સ્પોન્સરશિપ ડીલ અને instagram પર બ્રાન્ડેડ કન્ટેંટ દ્વારા આટલી કમાણી કરી છે.

 

(6:28 pm IST)