દેશ-વિદેશ
News of Tuesday, 5th November 2019

ઓએમજી......જળવાયું પરિવર્તન પણ સમુદ્રમાં જળસ્તરને વધવાથી નથી રોકી શકતું

નવી દિલ્હી: જર્મનીમાં પોટ્સડૅઈમ ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઈમેટ ઈમ્પૅક્ટ રિસર્ચના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જો કાર્બન ઉત્સર્જનની આ જ ગતિ રહેશે તો 15 વર્ષના સમય ગાળામાં સમુદ્રમાં જળસ્તર ખતરનાક સ્તર પર પહોંચી જશે.વૈજ્ઞાનિકોના દળનું કહેવું છે કે સમુદ્રમાં જળસ્તર લગભગ 20 સેંટિમીટર સુધી વધી જશે.

               વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જો કાર્બન ઉત્સર્જનને લઈને એતિહાસિક પેરિસ જળવાયું નિર્ણયને પાલન કરવામાં નહીં આવે તો સમુદ્રનું જળસ્તર વધી શકે છે 2016માં પેરિસ જળવાયું પરિવર્તન વાતનું લક્ષ્ય દુનિયાના વૈશ્વિક તાપમાનને 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછું કરવાનું હતું. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ લક્ષ્ય પણ સમુદ્રમાં જળસ્તરને વધવાથી નહીં રોકી શકે.

(6:26 pm IST)