દેશ-વિદેશ
News of Monday, 5th November 2018

ઉંઘમાં ચાલવાની આદત ધરાવતી છોકરીએ ઊંઘમાં ગળે ફાંસો ખાઇ લીધો

લંડન તા ૫ : વેલ્સમાં રહેતી ૧૩ વર્ષની હેઝલ જયોર્જિના બ્રેડ્લી નામની છોકરીને ઊંઘમાં ચાલવાનીબીમારી હતી. તે ઘણીવાર રાતે ચાલતી-ચાલતી ઘરની બહાર નીકળી જતી. આમ તો તેને હોરર મુવી જોવી બહુ ગમતી, પરંતુ મુવીમાં વોર્ડરોબ ખોલતાં અચાનક ભૂત નીકળતાં દ્રશ્યો જોઇનેતે ડરી જતી. થોડાક દિવસ પહેલાં તેણે સાંજે પરિવાર સાથેબેસીને હોરરમૂવી જોઇ.એમાં પણ કબાટમાંથી નીકળતાં મોન્સ્ટર્સને જોઇન ેતે બહુ ડરી ગયેલી. એમ છતાં ડીનર કરીનેમમ્મી સાથે મસ્તી કરીને પોતાની રૂમમાં સુવા ચાલી ગઇ. સવારે જયારે મમ્મી તેની રૂમમાં આવી ત્યારે તે પથારીમાં નહોતી. જોકે ખૂણામાં જોયું તો તેનું જાયન્ટ કબાટ ખુલ્લું હતું અને એ કબાટમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેની બોડી જોવા મળી.

(4:04 pm IST)