દેશ-વિદેશ
News of Saturday, 5th October 2019

ચીને ઉચ્ચ ગુણવતા યુક્ત ફોટો લેતા નવા સેટેલાઈટને લોંચ કર્યું

નવી દિલ્હી: ચીને શનિવારના રોજ એક નવા સેટેલાઈટને લોંચ કર્યું છે સેટેલાઈટના માધ્યમથી ચીન પોતાના વિસ્તારમાં વિકાસમાં કામ કરવામાં પણ સફળ રહેશે કઈ જગ્યા પર નેટર્વક ડિઝાઇન કરવું છે શહેરની પ્લાનિંગ કેવી છે બધી વાતનું અનુમાન સેટેલાઇટ દ્વારા લગાવવામાં આવશે. આવું અનુમાન થઇ ગયા પછી સાચી રીતે વિકાસ કરવામાં સરળતા રહેશે.

           ચીને શનિવારના રોજ ઉત્તર ચીનના શાકશી પ્રાંતના તાઈયુઆન સેટેલાઇટ લોંચ સેંટરથી માર્ચ-4 સી રોકેટની સાથે ગલોફેન-10 ઉપગ્રહ અંતરિક્ષમ મોકલ્યો છે જે સફળતાપૂર્વક યોજનાબદ્ધ કક્ષામાં પ્રવેશ કરી ગયું છે અને થોડાક જ સમયમાં તેના ફોટા અને ડેટા મળવાનું શરૂ થઇ જશે તેવું જાણવામાં આવી રહ્યું છે. 

(6:49 pm IST)