News of Saturday, 5th October 2019
ચીને કરી નવી કેમેરાની શોધ: હજારોમાંથી પણ શોધી શકશે નિશાન નવી
દિલ્હી: ચીને એક એવો શક્તિશાળી કેમેરાની શોધ કરી છે જે હજારોની ભીડમાં પણ પોતાનો ટાર્ગેટ કેદ કરવાની ક્ષમતા ધરાવે છે. આ કેમેરાનો ચકમો આપવો જરા પણ સરળ નથી.
અમૂમન અન્ય કેમેરાની જેમ હજારોની ભીડમાં પોતાનો ટાર્ગેટ કેદ કરવાની જગ્યાએ પૂર જગ્યાને કેદ કરે છે ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલ આ અત્યારસુધીનો સૌથી શક્તિશાળી કેમેરો 500 મેગા પિક્સલનો છે. આ કેમેરો ભવિષ્યમાં રિયલ ટાઈમ ટ્રેકિંગ સિસ્ટમ અને ફેશિયલ રિકગનીશન ટેક્નિકથી લેસ કરવામાં આવશે આ શકિશાળી કેમેરો ભવિષ્યમાં ચીનની સેના, પોલીસ અને અન્ય સુરક્ષા બળો માટે ખુબજ ઉપયોગી થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
(6:48 pm IST)